Lok Sabha Election: શું 2024માં ત્રીજો મોરચો BJP ને પડકાર ફેંકી શકશે? શરદ પવારને મળ્યા બાદ પ્રશાંત કિશોરે કર્યો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે. જો કે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક બાદ તેમણે કહ્યું કે તેમને નથી લાગતું કે થર્ડ કે ફોર્થ ફ્રન્ટ ભાજપને પડકાર ફેંકી શકે.
10 દિવસમાં બે વાર શરદ પવાર-પ્રશાંત કિશોરની મુલાકાત
2024માં થનારી લોકસભા ચૂંટણી અંગે ત્રીજા મોરચાની અટકળો વચ્ચે શરદ પવાર અને પ્રશાંત કિશોરની છેલ્લા 10 દિવસમાં બે વાર મુલાકાત થઈ ચૂકી છે. પ્રશાંત કિશોરે 11 જૂનના રોજ શરદ પવારની તેમના મુંબઈના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ સાથે લંચ પણ કર્યું હતું. લગભગ 3 કલાક સુધી તેમની મુલાકાત ચાલી હતી. ત્યારબાદ સોમવારે 21 જૂનના રોજ પ્રશાંત કિશોર દિલ્હીમાં શરદ પવારને તેમના આવાસે મળવા પહોંચ્યા હતા.
ભાજપને પડકાર ફેંકી શકે તેવું લાગતું નથી-પ્રશાંત કિશોર
શરદ પવાર સાથે મુલાકાત બાદ પ્રશાંત કિશોરે એનડીટીવી સાથે વાતચીતમાં ત્રીજો કે ચોથો મોરચો ભાજપને હરાવી શકે તેવી સંભાવનાને ફગાવી દીધી અને કહ્યું કે તેમને નથી લાગતું કે ત્રીજો કે ચોથો મોરચો ભાજપને પડકાર ફેંકી શકશે.
આજે શરદ પવારના ઘરે થશે રાષ્ટ્ર મંચની બેઠક
મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ બનેલા રાષ્ટ્ર મંચની બેઠક આજે દિલ્હીમાં શરદ પવારના ઘરે સાંજે 4 વાગે થશે. રાષ્ટ્ર મંચની બેઠકમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર પહેલીવાર સામેલ થશે અને તેમના ઘર પર બેઠકથી રાષ્ટ્ર મંચના નિર્ણયો અને ગતિવિધિઓ મહત્વપૂર્ણ થઈ જાય છે. બેઠકમાં યશવંત સિન્હા, અને શરદ પવાર ઉપરાંત આમ આદમી પાર્ટીના સંજય સિંહ, પવન વર્મા સહિત કેટલાક નેતાઓના સામેલ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં કોંગ્રેસના નેતા સામેલ થશે નહીં. કારણ કે આ બેઠકને ત્રીજા મોરચાની કવાયત માનવામાં આવી રહી છે.
ત્રીજા મોરચાની અટકળો પ્રશાંત કિશોરે ફગાવી
જો કે પ્રશાંત કિશોરે આગામી લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષી દળો એક સાથે મળીને ભાજપ વિરુદ્ધ લડવા અને ત્રીજા મોરચાની અટકળોને ફગાવી દીધી છે. શરદ પવાર સાથે મુલાકાત બાદ નિવેદન આપ્યું કે બે વ્યક્તિ એક બીજાને સારી રીતે જાણવા માટે મળી રહ્યા છે. તેમણે કહ્યું કે મુલાકાતો દરમિયાન બંનેએ ઊંડી રાજનીતિક ચર્ચા કરી, જેમ કે દરેક રાજ્યમાં ભાજપ વિરુદ્ધ લડવાની સંભાવનાઓ પર વતા કરવી, પરંતુ વાતચીતમાં ત્રીજો મોરચો સામેલ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે